ગુજરાત વિધાનસભાના નિયમનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારોના કેમેરામેન કેમેરા લઈ ગેલેરી સુધી પહોંચી ગયા છે,તો સામાન્ય રીતે કેમેરા ત્યાં સુધી લઈ જવાની મંજૂરી નથી તો પોલીસને આ બાબતની જાણ થતાની સાથે જ ગેલેરીમાં ગયેલા કેમેરામેનને પોલીસે બહાર કાઢ્યો છે.કલાકારો વાહવાહી માટે લઈ આવ્યા હતા કેમેરામેન.ગુજરાતી કલાકારો ગીતા રબારી, ભીખુદાન ગઢવી,માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી,રાજભા ગઢવીએ પણ ગૃહમાં કામગીરી નિહાળી.
છેલ્લા 2 વર્ષમાં GST ચોરીના 17191 કિસ્સા બન્યા
ગુજરાતમાં GST ચોરીના અનેક કિસ્સા બન્યા હોવાની વાત સામે આવી છે જેમા બે વર્ષમાં GST ચોરીના 17191 કિસ્સા બન્યા છે.31 જાન્યુઆરી 2025 સુધીના આંકડા સામે આવ્યા છે જેમા રૂ. 2043.59 કરોડની GST ચોરી સામે આવી છે,ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો છે અને કહ્યું કે,GST ચોરીમાં 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને સંડોવાયેલા આરોપીના GST નંબર પણ રદ કરવામાં આવ્યા છે.કરચોરીની રકમ વસુલ કરવા માટે બેંકો મિલ્કત ટાંચ, વેરાશાખ બ્લોક કરવાની કાર્યવાહી કરી રહી છે.
ગોંડલમાં યુવકના મોતનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો
ગોંડલમાં યુવકના મોતને લઈ ગૃહમાં રાજકારણ ગરમાયું છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં ચર્ચા માટે માગ કરી છે,વિધાનસભામાં 116ની નોટિસ આપી ચર્ચાની માગ કરી છે,ગોંડલના પૂર્વ MLAના બંગલે મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.