• શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર
  • રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર
  • ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

આ તારીખે બોર્ડની પરીક્ષા

મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં  ધોરણ 10-12ના પરીક્ષાની તારીખ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું ક્લેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ધોરણ 9 થી 12ની પ્રિલિમ/બીજી પરિક્ષા 20 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાશે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 31 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6 થી 14 ફેબ્રુઆરી ૨૦25 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરિક્ષા 27  ફેબ્રુઆરી થી 13 માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરિક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે.

દિવાળી અને ઉનાળું વેકેશન ક્યારે?

શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં દિવાળી વેકેશન 21 દિવસનું 28 ઓક્ટોબર થી 17 નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે.

શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર

  • રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડ જાહેર
  • ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઓક્ટોબર
  • ધોરણ 9 થી 12ની બીજી પરીક્ષા 20 થી 28 જાન્યુઆરી
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા 6 થી 14 ફેબ્રુઆરી
  • ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ
  • ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષા 7 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે
  • પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે
  • દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
  • દિવાળી વેકેશન 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર
  • દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4 મે સુધી
  • ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે
  • ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે


  • Follow us on: