નાણામંત્રી કનુ દેસાઈ આજે ચોથી વખત ગુજરાત રાજયનું બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યાં છે,નવું બજેટમાં ગત વર્ષ કરતા 10 ટકા વધુ હશે અને આજે બપોરે 12 વાગે વિધાનસભા સત્ર મળશે તેમાં આ બજેટ રજૂ કરવામાં આવશે સાથે સાથે રાજ્ય સરકાર બજેટમાં કરશે મહત્વની જાહેરાત,જેમાં ઈકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું ફોક્સ વધુ રહેલું છે,રાજ્યમાં અન્ય ચાર ઈકોનોમિક ઝોન બનશે અને તેમાં પણ સુરતની તર્જ પર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનશે.


ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાત થઈ શકે

નવા બજેટમાં ઉધોગોને લઈ પણ નવી જાહેરાત થઈ શકે છે તેમજ નવા બજેટમાં ટૂરિઝમ સેક્ટર પર કરાશે ફોકસ તો ટૂરીઝમ પર ફોકસ કરવા નવી જાહેરાતો કરશે તેમજ ઈવેન્ટ બેઝ ટૂરીઝમ સેક્ટર સમાવવા થશે જાહેરાત તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા નવી જાહેરાત કરાશે તેમજ રોડ રસ્તાઓ અને વાહનવ્યવહાર પ્રોજેક્ટ જાહેર થશે,નવી બનાવેલી મપાઓ બાબતે સરકાર કરશે જાહેરાત તો નવી મનપામાં વિકાસ કામનો બજેટમાં થશે સમાવેશ,સરકાર નવી ભરતીઓ, વિકાસના કામો પર મુકશે ભાર.

કોંગ્રેસના ધારાસભ્યો બજેટ પહેલા કરી શકે છે વિરોધ

દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

 

  • Follow us on: