ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ વિકાસ યોજના રાજ્યના દરેક ક્ષેત્રને સ્પર્શે છે — ઊર્જા, ખનીજ, ડિજિટલ સેવાઓ, શહેરી વિકાસ, પરિવહન, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન. આ યોજનાઓનો મુખ્ય હેતુ આત્મનિર્ભરતા, ટકાઉ વિકાસ અને નાગરિકોને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવાનો છે.
જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ
રાજ્યના જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કડાણા ડેમ ખાતે નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદન વધશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે. તેના માટે ₹150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આત્મનિર્ભર ભારતની દિશા
આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધતાં, રાજ્યમાં ઉપલબ્ધ પરંતુ વણવપરાયેલા ખનીજ સંસાધનોને આધુનિક ટેકનોલોજીથી ઉપયોગમાં લેવાશે. ખાસ કરીને અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ઉર્જા ક્ષેત્ર
ઉર્જા ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસ ઉત્પાદન કરવાની યોજના છે. આ પદ્ધતિથી પ્રદૂષણ ઓછું થશે અને ઊર્જા ઉત્પાદન વધુ અસરકારક બનશે. તેના માટે ₹300 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
Gujarat Unified Digital Stack
ડિજિટલ ગવર્નન્સને મજબૂત બનાવવા Gujarat Unified Digital Stack શરૂ કરવામાં આવી છે. આ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઝડપી અને સરળ રીતે મળશે, દસ્તાવેજોની પુનરાવર્તન ઘટશે અને સમય-ખર્ચ બચશે. આ માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
શહેરી વિકાસ માટે
શહેરી વિકાસ માટે પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત શહેરોમાં ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં બદલવા ₹500 કરોડની જોગવાઇ કરાઈ છે. સરહદી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે એલિવેટેડ કેબલ નેટવર્ક માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
State Disaster Mitigation Fund
ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા State Disaster Mitigation Fund માટે ₹1855 કરોડનું આયોજન કરાયું છે. આથી રાજ્ય આપત્તિ સામે વધુ સજ્જ બનશે. શહેરોમાં વધતી વસ્તી અને ઢાંચાકીય જરૂરિયાતોને પહોંચી વળવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹16,116 કરોડની જોગવાઇ કરાઈ છે. સાથે સાથે, સ્માર્ટ પાર્કિંગ માટે ₹100 કરોડ અને મુખ્ય શહેરોની નજીક કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર જેવા પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવવાની યોજના છે.
રમતગમત અને વૈશ્વિક ઓળખના ક્ષેત્રે
રમતગમત અને વૈશ્વિક ઓળખના ક્ષેત્રે, કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્ય માટે ઐતિહાસિક તક છે. તેના ભાગરૂપે અમદાવાદને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આધુનિક જાહેર પરિવહન માટે કુલ ₹1278 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ યોજનાઓ ગુજરાતને ટકાઉ, સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની દિશામાં મજબૂત પગલું સાબિત થશે.
આ પણ વાંચો : Gujarat Budget 2026 : શ્રમિકથી વિદ્યાર્થી સુધી, ગુજરાત બજેટમાં પોષણ, શિક્ષણ અને રોજગારનો મહાપ્લાન