છેલ્લા એક વર્ષમાં લાંચ રૂશ્વતના ૩૭ કેસમાં ગુના સાબિત થયા છે જયારે ૧૦૧ સરકારી કર્મચારી, અધિકારી નિર્દોષ જાહેર થયા છે. એકંદરે ગુજરાતમાં એસીબીના કેસમાં સજાનો દર મામૂલી છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે રાજ્યના ગૃહ વિભાગે લેખિત સવાલના જવાબમાં આ આંકડાકીય માહિતી આપી છે. ગુજરાતમાં લાંચ રૂશ્વતના મોટા ભાગના કેસમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ છૂટી જાય છે, જેના કારણે એસીબીની તપાસ સામે પણ સવાલો ઊભા થાય છે.


કર્મચારીઓને લાંચ લેતાં એસીબીએ પકડ્યા હતા

કેસ નોંધનારને પણ તાલીમની જરૂર હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. ગૃહ વિભાગ પછી મહેસૂલમાં ભષ્ટાચાર વધારે છે. મહેસૂલ વિભાગના ૨૭ કર્મચારી, અધિકારી લાંચ લેતાં પકડાયા હતા. આ ઉપરાંત ત્રીજા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ આવે છે, જેના ૧૭ અધિકારીઓ, કર્મચારીઓને લાંચ લેતાં એસીબીએ પકડ્યા હતા. ગુજરાત વિધાનસભામાં સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિની આ માહિતી રજૂ કરી છે.


 
  • Follow us on: