નાણાં મંત્રીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે જીએસટી કાયદામાં કરાયેલા રિફોર્મના અમલીકરણથી વિવિધ લાભાર્થીઓ અને ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત તથા નાના અને મદ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભ મળ્યો છે.


1 જ વર્ષમાં આશરે 11 હજાર કરોડથી જેટલી જીએસટી વેરાની બચત થશે

તેમણે કહ્યું કે વેરા ઘટાડાના પરિણામે 1 જ વર્ષમાં આશરે 11 હજાર કરોડથી જેટલી જીએસટી વેરાની બચત થકી રાજ્યની જનતાને લાભ થશે.

પ્રોવિઝનલ રિફંડ તરીકે ચુકવવાની જોગવાઇ

કરદાતાઓની વર્કીંગ કેપિટલ બ્લોક ના થાય તે હેતુસર જોખમના મુલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની 90 ટકા રકમ 7 દિવસમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચુકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

જીએસટી જીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવાઇ

ઉપરાંત રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા વૈકલ્પીક સરળ જીએસટી રજીસ્ટ્રેશન યોજના શરુ કરાઇ છે જેમાં જે દર મહિને અઢી લાખ સુધીની વેરા શાખ પાસ ઓન કરે તો તેમને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઇ કરાઇ છે. આ યોજના હેઠળ ત્રણ માસમાં 52 હજાર વેપારીઓએ નોંધણી કરી છે

જીએસટીમાં 12 ટકાથી વધુની વૃદ્ધિ હાંસલ

જીએસટી તંત્રની કાર્યક્ષમતા અને રાજ્યના કરદાતાઓના સહકારથી ગત નાણાંકિય વર્ષવા ટેક્સ કલેક્શનની સરખામણામાં ચાલુ નાણાંકિય વર્ષે 12 ટકાથી વધુની વૃદ્ધિ હાંસલ કરાઇ છે

જીએસટી કરદાતાની સંખ્યા 13.69 લાખ થઇ

ગુજરાતમાં જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓમાં ગત નાણાંકિય વર્ષ કરતા આશરે 8 ટકા વધારા સાથે હવે કુલ નોંધાયેલ કરદાતાની સંખ્યા 13.69 લાખ થઇ છે

જીએસટી રીટર્ન

રાજ્યના કરદાતાઓની શિસ્તબદ્ધના પરિણામે નાણાંકિય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં સતત પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. અગાઉ જામનગરના વેપારીઓએ રજીસ્ટ્રેશન બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે જૂનાગઢ જવું પડતું હતું . તેમની અગવડતાને ધ્યાનમાં રાખી જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવા 26 જાન્યુઆરી 2026થી જામનગરમાં અઠવાડીયામાં 2 વખત રજીસ્ટ્રેશન બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવાની વ્યવસ્થા શરુ કરાઇ છે. આ સુવિધાનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરુત, મોબરી, સુરેન્દ્રનગર, ભૂજ અને પાટણ ખાતે પણ આ વ્યવસ્થા કરાઇ છે.

બેટરીથી સંચાલીત વાહનો પર 1 વર્ષ માટે 5 ટકા સુઘીની રીબેટ

ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવા ઇલેકટ્રીક વાહનો પર 6 ટકા સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં છે તેવા સંપૂર્ણપણે ઇલેકટ્રીક બેટરીથી સંચાલીત વાહનો પર 1 વર્ષ માટે 5 ટકા સુઘીની રીબેટ આપી અસરકારક 1 ટકા લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય ગયા બજેટમાં રખાયો હતો જેને 1 વર્ષ પુરુ થયું છે અને આ રીબેટને વધુ 1 વર્ષ લંબાવવાની જાહેરાત કરાઇ છે. જેથી પ્રજાને 210 કરોડ જેટલી રાહત મળશે.


આ પણ વાંચો----    Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..

  • Follow us on: