આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગને સશક્ત બનાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા 7,086 કરોડની માતબર જોગવાઈ કરી છે. આ બજેટમાં વિદ્યાર્થીઓના શિક્ષણ, દિવ્યાંગોની સુવિધા અને ગરીબ પરિવારોના આવાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
શિક્ષણ અને શિષ્યવૃત્તિ પર વિશેષ ભાર
રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ અવરોધ વિના પૂર્ણ કરી શકે તે માટે સરકારે તિજોરી ખોલી છે.













