ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. 1331 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.
અમદાવાદ: ઓલિમ્પિકનું ભાવિ કેન્દ્ર
ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આનાથી અમદાવાદમાં સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધા વિકસાવાશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના આધુનિકીકરણ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદને ઓલિમ્પિક માટે સજ્જ કરવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના આધુનિક વિકાસ માટે ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.












