ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે.આજે થયેલી સેન્સ પ્રક્રિયામાં ઘણા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.કડી બેઠક પર સ્વ.ધારાસભ્ય કરસન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે. જિલ્લા પ્રમુખ સમક્ષ તેમણે બાયોડેટા રજૂ કર્યો છે.કડીમાં ભાજપના દાવોદારોનો રાફડો ફાટ્યો હોય તેમ 68 લોકોએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત લોકગાયિકા કાજલ મહેરિયાએ પણ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. કડી અને વિસાવદરમાં બે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં.
લોકગાયિકા કાજલ મહેરિયાએ દાવેદારી નોંધાવી
કડીમાં ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી.ભાજપમાંથી કડી બેઠક પર સ્વ.ધારાસભ્ય કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે.તેમણે જિલ્લા પ્રમુખ સમક્ષ બાયોડેટા રજૂ કર્યો હતો.ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો હોય એમ 68 લોકોએ દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં માત્ર આઠ દાવેદારો મેદાનમાં હતાં. આ તરફ ભાજપમાંથી લોક ગાયિકા કાજલ મહેરિયાએ પણ ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું અને રાજકારણમાં આવીને મારે સેવા કરવી છે.
કડી અને વિસાવદરમાં બે લોકોએ ફોર્મ ભર્યા
ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે કડી અને વિસાવદરમાં એક અપક્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટીમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. કડી બેઠક પર મકવાણા કમલેશભાઈ નારણભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે વિસાવદરમાં પ્રજાપતિ રાજભાઈ ચંદ્રકાન્તભાઈએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.