ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના એવા 142 કિલોમીટરના 5 રસ્તાઓના સમારકામ માટે મંજૂરી આપી છે. રાજ્યના ચાલી રહેલા પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત હોય તેવા કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
- પેથાપુર-નારદિપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી. માટે રૂ. ૨૭.૭૫ કરોડ
- જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. માટે રૂ. ૧૮.૦૨ કરોડ
- નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. માટે રૂ. ૨૩.૪૫ કરોડ
- ચિખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. માટે રૂ. ૧૯.૯૮ કરોડ
- ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી માટે રૂ. ૪૨.૫૧ કરોડ
રાજ્યમાં ઉધ્યોગ અને પ્રવાસન માટે સારું પરિવહન હોવું જરૂરી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.













