અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું. નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી. રાજકોટમાં 9.3, અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દર ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. 



  • Follow us on: