રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી સવારથી લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 


મોટાભાગનાં જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉત્તરભારતમાં હિમવર્ષા અને પવનની દિશા બદલાતા રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જ્યારે, નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, રાજકોટમાં 8.2 અને કેશોદમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત, ભુજમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી, કંડલામાં 8.9 ડિગ્રી, ડીસા 12.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.


  • Follow us on: