છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં એક અઠવાડિયા સુધી કોલ્ડવેવનું જોર વધશે તેવી હવાન વિભાગે આગાહી કરી છે. ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. પવનોની દિશામાં ફેરફાર થતા ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાનું હવામાન વિભાગે આગાહી જણાવ્યું હતું.
ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
- બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો
- અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી
- સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી
- પવનોની દિશામાં ફેરફાર થતા ઠંડીનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.