• જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારની 99 હજાર મતથી જીત
  • કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની થઈ હાર 
  • જૂનાગઢ બેઠક પર 58.57 ટકા મતદાન નોંધાયું હતું

ગુજરાતના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત થઈ છે,ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની 99 હજાર મતથી જીત થઈ છે.જૂનાગઢ લોકસભા બેઠક પર મતદારો દ્વારા 7મેંના રોજ 11 ઉમેદવારોની ભાવિ EVMમાં કેદ કર્યું હતું. જેઓના ભાવિનો આજે ફેંસલો થયો છે. મતગણતરીને લઈ જૂનાગઢની કૃષિ અને એન્જિનિયરીંગ કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકસભા-2024ના ચૂંટણી જંગમાં જૂનાગઢ બેઠક પર 58.57 ટકા મતદાન નોંધાયું હતું. 

જૂનાગઢમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ

જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢની સાથે વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના એમ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદાન સોમનાથ વિધાનસભા બેઠક પર 70.16 ટકા નોંધાયું હતું. તો વિસાવદર વિધાનસભા બેઠક પર 46.58 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. મહિલા અને પુરુષની સૌથી વધારે મતદાનની ટકાવારીમાં પણ સોમનાથ વિધાનસભા સૌથી આગળ છે.

વર્ષ 2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમનો કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશ સામે 1,50,185 મતોથી વિજય થયો હતો. રાજેશ ચુડાસમાને 54.51 ટકા અને પૂજાભાઈ વંશને 39.57 ટકા વોટ મળ્યા હતા.

લોકસભા ચૂંટણી જૂનાગઢ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1962 – સી આર રાજા કોંગ્રેસ)

1967 – વીરેન શાહ (સ્વતંત્ર પાર્ટી)

1971 – નાનજી ભાઈ વેકરિયા (કોંગ્રેસ)

1977 – નરેન્દ્ર નથવાણી (જનતા પાર્ટી)

1980 – મોહનભાઈ પટેલ (કોંગ્રેસ)

1984 – મોહનભાઈ પટેલ(કોંગ્રેસ)

1989 – ગોવિંદભાઈ શેખડા (જનતાદળ)

1991 – ભાવના ચીખલિયા (ભાજપ)

1996 – ભાવના ચીખલિયા (ભાજપ)

1998 – ભાવના ચીખલિયા (ભાજપ)

1999 – ભાવના ચીખલિયા (ભાજપ)

2004 – જશુભાઈ બારડ (કોંગ્રેસ)

2009 – દિનુભાઈ સોલંકી (ભાજપ)

2014 – રાજેશ ચુડાસમા (ભાજપ)

2019 – રાજેશ ચુડાસમા (ભાજપ)

2024 – રાજેશ ચુડાસમા (ભાજપ)


  • Follow us on: