• જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજીવાર રાજેશ ચુડાસમા વિજયી બન્યા
  • રાજેશ ચુડાસમા અગાઉ બે ટર્મથી સાંસદ છે
  • તેઓ વર્ષ-2014માં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા શરૂ થયા છે. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા 99 હજાર મતથી વિજેતા જાહેર થયા છે. રાજેશ ચુડાસમા ત્રીજી ટર્મ માટે સાંસદ બન્યા છે.

 

જાણો કોણ છે રાજેશ ચુડાસમા?

જૂનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા હતા. જૂનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર વાગી હતી. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજેશ ચુડાસમા બે ટર્મથી સાંસદ છે, ત્યારે પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા પર વિશ્વાસ મુક્યો છે. રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભારતીયજનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા.

જૂનાગઢ વિધાનસભાને લઈ જાણો

જૂનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં આ બેઠક પર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. વર્ષ-1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા. આ લોકસભા બેઠક અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ત્રણ જુનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક આવે છે અને ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં તાલાલા, સોમનાથ, કોડીનાર અને ઊના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે

લોકસભા 2019ના ચૂંટણીના પરિણામો

1 -2019માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,47,952 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પુંજા વંશને 3,97,767

2 - ભાજપ ઉમેદવારને 54.51 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 39.57 મત મળ્યા હતા

3 - એ વર્ષે નોટામાં 15 હજારથી વધુ મત પડયા હતા


  • Follow us on: