સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અમરેલીના સાંસદ સહિત પાંચ ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યો કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, જે.વી કાકડિયા, જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરિયા દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે જેપી નડ્ડા, નીતિન ગડકરી, અશ્વિની વૈષ્ણવ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા સાથે બેઠક કરી હતી.


અમરેલીના નેતાઓના દિલ્હીમાં ધામા

અમરેલીના સાંસદ ભરત સુતરીયા સહિત પાંચ છારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નીતિન ગડકરી, મનસુખ માંડવીયા અને અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્રીય નેતાઓ સાથે ખાતરની હાલાકી, હાઈવે, રોડ રસ્તા અને રેલવે જેવા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખ માંડવીયા સાથે બેઠક કરી હતી. અમરેલીનું પ્રતિનિધિ મંડળ અચાનક દિલ્હી પહોંચતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

પાટીલ અને મનસુખ માંડવીયા સાથેની બેઠક મહત્વની અને સૂચક હતી

આ પ્રતિનિધિ મંડળની સી.આર. પાટીલ અને મનસુખ માંડવીયા સાથેની બેઠક મહત્વની અને સૂચક હતી. રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ચર્ચાઓ વચ્ચે આ બેઠક અંગે અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રમુખની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. પરંતુ રાજ્યમાંથી ભાજપના અનેક નેતાઓ દિલ્હીમાં મોવડી મંડળ સાથે બેઠકો કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં કંઈક નવી જાહેરાત થાય તેવું ચર્ચાઈ રહ્યું છે.


  • Follow us on: