• એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે
  • 4 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે PM નરેન્દ્ર મોદી
  • 5.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

PM મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયુ છે. જેમાં એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે. તથા 4 વાગ્યે PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચશે. તથા 5.15 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે.

5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ આવશે

5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ આવશે. જેમાં એરપોર્ટથી ગાંધીનગર માટે બંને દેશના વડા રવાના થશે. તથા હોટલ લીલામાં UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં કેટલાક મહત્વના MOU થાય તેવી શક્યતા છે. બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે. 9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિરમાં હાજર છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયુ છે. 9થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. જેમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો છે.

100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ

100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ થયા છે. 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તથા 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શો 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થશે. 

  • Follow us on: