• ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારની અગત્યની જાહેરાત

  • સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી
  • કાયદા વિભાગ દ્વારા સીધા કમિટી સમક્ષ કેસ જશે

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે અગત્યની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સ્ટેટ લીટીગેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે અને કેબિનેટ બેઠકમાં નવી સ્ટેટ લીટીગેશન પોલીસી તૈયાર કરી છે. જે પોલીસીમાં અધિકારીઓની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તેવો પ્રયાસ કરાશે.

અધિકારીઓની જવાબદારી અંગે હાઈકોર્ટે કરી હતી ટકોર

સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જેની હેઠળ અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે, જો કોઈ કેસ હારી જઈએ તો તેના પરિણામોની જવાબદારી નક્કી કરી અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે. કાયદા વિભાગ દ્વારા સીધા કમિટી સમક્ષ કેસ જશે અને તેના અધ્યક્ષ મુખ્ય સચિવ રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે મોરબી, વડોદરા, રાજકોટની ઘટનાઓ સામે આવ્યા બાદ અધિકારીઓની જવાબદારી અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી, ત્યારબાદ આ પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.


  • Follow us on: