ગુજરાતના વિદ્યાર્થીઓના પ્રવાસને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં પ્રવાસમાં બે પોલીસ કર્મચારીઓ સાથે રહેશે અને ટુર માટે લોકલ પોલીસનો સંપર્ક કરવાનો રહેશે સાથે સાથે પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હોય તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે, DGP કોન્ફરન્સમાં થયેલા સૂચનોનો ગુજરાતમાં અમલ શરૂ કરવામાં આવશે.
ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને કર્યો પત્ર
ડીજીપી કચેરીએ ગુજરાતના શિક્ષણ વિભાગને પત્ર કર્યો છે કે, ખાનગી તેમજ સરકારી શાળાના પ્રવાસમાં હવે શિક્ષકોની સાથે પોલીસ પણ હાજર રહેશે, ડીજીપી કોન્ફરન્સમાં PM મોદીએ આ અંગે કર્યું હતું સૂચન અને તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે, વિધાર્થીનીઓ પ્રવાસ હોય તો તેમની સાથે 2 મહિલા પોલીસને પણ રાખવામાં આવશે, ત્યારે કોઈ ઘટના ના બને તે માટે પોલીસને સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ ગુજરાત સરકારે શાળાના પ્રવાસને લઈ ગાઈડલાઈન જારી કરી છે.
ખાનગી અને સરકારી શાળાએ પ્રવાસના નિયમોને લઈ પાલન કરવાનું રહેશે
સરકારની ગાઈડલાઈન પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયની સરકારી કે ખાનગી શાળા પ્રવાસ કરી શકે છે સાથે સાથે તેમણે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવાનું રહેશે, વિધાર્થીઓ જે શાળાના પ્રવાસે જતા હોય તેમાં તમામ જવાબદારી શાળાની અને સંચાલકની રહેશે, સરકારની સૂચનાઓ અને પાલનનું તમામ રીતે પાલન કરવાનું રહેશે.
જાણો સરકારે શું બનાવી છે પ્રવાસને લઈ ગાઈડલાઈન
શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત સમિતિની રચના કરવામાં આવે તેમજ જે સ્થળે પ્રવાસ લઈ જવામાં આવશે તે રૂટ કેવો હશે અને ત્યાં શું વ્યવસ્થા કરવામાં આવશે તેની તમામ ચર્ચા કર્યા પછી જ શાળા પ્રવાસ કરી શકશે અને જે પણ શાળા પ્રવાસ કરે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવાની રહેશે.