ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે.
કર્ણાટક સરકાર પર પ્રહાર
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી. વધુમાં તેમણે કહ્યું કે આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવી. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમનોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે.હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડુ છું.
કોંગ્રેસ આરોપીઓના સમર્થનમાં
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટક સરકાર પર પ્રહાર કરવા સાથે કોંગ્રેસને પણ આડેહાથ લીધી. ગૃહમંત્રીએ કહ્યું કે ઝડપથી ન્યાય અપાવવામાં ગુજરાત મોખરે છે. ગુનેગારોને સીધા કરવાનો સરકારનો સંકલ્પ છે. અને એટલે જ ગુનેગારો પર કડક પગલા ભરી સરકાર પીડિતોને ન્યાય અપાવે છે. પરંતુ ગુનેગારો સામે પોલીસને મજબૂત પગલા લેતા રોકવાનો કોંગ્રેસ દ્વારા જ વિરોધ કરવામાં આવતો હોય છે. કોંગ્રેસના લોકો આરોપીઓને બચાવવાના સમર્થનમાં હોય છે.
લો એન્ડ ઓર્ડર મુદ્દે ગાંધીનગરમાં બેઠક
સરકારી આંકડા મુજબ છેલ્લા ઘણા સમયમાં સુરતમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ કેટલાક લોકો સુરતને બદનામ કરવાનો હરહંમેશ પ્રયાસ કરતા હોય છે. અને હંમેશા કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતા રહે છે. સુરતને બદનામ કરવાનું કોંગ્રેસનું મિશન છે. સરકારી આંકડા મુજબ સુરતમાં 1 લાખની વસ્તી 215 કેસ નોંધાયા છે. સરકારે ગંભીર ગુનાઓના આરોપીની યાદી તૈયાર કરી છે. અને આગામી સમયમાં રાજ્યમાં લો એન્ડ ઓર્ડરને લઈને સ્થિતિ વધુ મજબૂત કરવા આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાશે જેમાં મંત્રીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. ગુનેગારો સાથે સંપર્ક રાખનાર પોલીસ અધિકારીઓની પણ તપાસ થશે