ગુજરાતમાં એશિયાટીક સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવનાર છે. આગામી 10મી મેના રોજ યોજાનારી સિંહની વસતી ગણતરીની તમામ તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 11 જિલ્લામાં 35 હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં બે તબક્કામાં સિંહની વસતી ગણતરી હાથ ધરાશે. આ વર્ષે એ આઈ ટેકનોલોજી ની મદદ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.


દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરાય છે

પ્રાપ્ત વિગતો પ્રમાણે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ એશિયાટીક સિહોની વસ્તી ગણતરી અંદાજ મુજબ સંભવિત તારીખ 10 મેથી 13 મે દરમિયાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. જેમાં પ્રાથમિક અંદાજ મુજબ મે મહિનાની તારીખ 10 થી 11 અને આખરી વસ્તી ગણતરી અંદાજ તારીખ 12 થી 13 મીના રોજ કરવામાં આવશે આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓમાં હાથ ધરાશે.

ગ્રામ્ય કક્ષા ઇકો ડેવલોપમેન્ટ કમિટીની સ્થાપના

સૌરાષ્ટ્રના 58 તાલુકાઓમાં વસ્તી ગણતરી હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષા ઇકો ડેવલોપમેન્ટ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત 3,000 થી પણ વધારે વન વિભાગનો સ્ટાફ એનજીઓ અને સિંહ પ્રેમીઓ આ ગણતરીમાં જોડાશે. આ તમામ બાબતોને લઈને સાસણના ડીસીએફ મોહન રામે વાતચીત કરી હતી.આ વર્ષે એ આઈ ટેકનોલોજી ની મદદ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.


  • Follow us on: