ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. મધ્ય-દક્ષિણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદ થશે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, નર્મદા અને સુરતમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આ સાથે વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે, જેના પરિણામે આવતીકાલે રાજકોટ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ રહેશે.
ગીર સોમનાથ, અમરેલી, નર્મદામાં સામાન્ય વરસાદ રહેશે, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદ રહેશે. નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદની સાથે તાપમાનમાં પણ વધારો થવાનો અંદાજ છે. રાજ્યમાં તાપમાન 3 ડિગ્રી સુધી ઊંચકશે તેવું લાગી રહ્યું છે.