- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમરોળ્યું
- સુરત શહેર-જિલ્લાની તમામ શાળાઓ 24 જુલાઇએ રજા જાહેર
- ધોધમાર વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની
સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.
બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ થઇ ગયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે.
સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજીતરફ સતત પડી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે સુરતમાં બુધવારે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં 24 જુલાઇના રોજ ભારે વરસાદની આગાહી હોવાને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાં રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.