- શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે
- ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ 23 માર્ચના રોજ યોજાશે
- ગુજકેટની પરીક્ષા એન્જીનિયરીંગ અને ફાર્મસી માટે યોજાય છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. ગુજકેટ 2025 ની પરીક્ષા 23 માર્ચ, 2025ના રોજ લેવામાં આવશે. GUJCET-2025 માટે એપ્લાય કરવાની ઓનલાઈન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. તેની જાણકારી અખબાર યાદી દ્વારા કરવામાં આવશે.
3 કલાકની રહેશે પરીક્ષા
ગુજકેટની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ભાષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે. પ્રશ્નપત્ર કુલ 120 માર્કસનું હશે, જેમાંથી 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના, 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે. સાચા જવાબો માટે એક માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે.
ગુજકેટ વિશે વધુ માહિતી
ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટનો અભ્યાસક્રમ એનસીઈઆરટી ધોરણ 12 ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પર આધારિત છે, જે વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લેવા માગે છે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન પરીક્ષા આપવા માંગે છે અને જે વિદ્યાર્થીઓ B.Tech માં પ્રવેશ લેવા માગે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની પરીક્ષા આપવી પડશે.