- તાલાલા, ઉના, ગીરની કેસર કેરીની માંગ વધુ
- પાયરી, બદામ અને સુંદરી કેરી 200 રૂપિયા કિલો
- હાફુસ કેરીનો ભાવ 350-400 રૂપિયા ડઝન
કાળઝાળ ગરમી વચ્ચે કેરીની મજા માણવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બજારમાં કેરીની સારા પ્રમાણમાં આવક શરુ થઇ છે. તેમાં તાલાલા, ઉના, ગીરની કેસર કેરીની માંગ વધુ છે. ત્યારે પાયરી, બદામ અને સુંદરી કેરી 200 રૂપિયા કિલો માર્કેટમાં આવી ગઇ છે. હાફુસ કેરીનો ભાવ 350-400 રૂપિયા ડઝન છે. કેસર કેરીની આવક થતા પેટીનો ભાવ 1500 થી 1800 રૂપિયા છે.
આગામી સમયમાં કેરીની આવક વધવાની શક્યતા
આગામી સમયમાં કેરીની આવક વધવાની શક્યતા છે. તેમજ આવક વધતા ગ્રાહકોને કેરીના ભાવમાં ફાયદો થશે. તેમજ બજારમાં કેરીની સારા પ્રમાણમાં આવક શરુ થઇ છે. બજારમાં સૌરાષ્ટ્રની કેસર કેરીની આવક શરૂ થઇ છે. તેમાં દક્ષિણ ભારતથી હાફુસ કેરીની આવક શરૂ થતા ભાવ ઘટ્યા છે. બદામ, સુંદરી, પાયરી કેરીની આવક વધુ છે. તેમાં પાયરી, બદામ અને સુંદરી કેરી 200 રૂપિયા કિલો છે. તથા હાફુસ કેરીનો ભાવ 350-400 રૂપિયા ડઝન છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તો બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 સુધી નોંધવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે દર વર્ષ કરતાં કેરીની સીઝન 20 થી 25 દિવસ મોડી શરૂ થઈ
આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ જુનાગઢના શાકભાજી અને ફ્ળફ્ળાદી યાર્ડમાં ઉનાળાની સીઝનની સાથે કેસર તેમજ વલસાડની રત્નાગીરી કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે કેસર કેરીની આવક વધુ પ્રમાણમાં હોય છે. આ વર્ષે દર વર્ષ કરતાં કેરીની સીઝન 20 થી 25 દિવસ મોડી શરૂ થઈ છે.