• હાફુસ મહારાષ્ટ્રના રત્નાગીરિ, રાયગઢ અને કોંકણથી આવે છે
  • તોતાપુરીનો ખાટો મીઠો સ્વાદ દક્ષિણ ભારતમાં જાણીતો છે
  • લંગડા એ ઉત્તર ભારતની જાણીતી કેરીની જાત છે

ગરમીની સીઝન અનેક લોકોને પરસેવે રેબઝેબ કરવાની સાથે સાથે તમને વધારે તરસનો અનુભવ પણ કરાવે છે. આ સમયે પીવાતું પાણી તમારી ભૂખને મટાડી દે છે. આ સમયે મીઠી અને રસથી ભરપૂર કેરી તમારી મદદ કરી શકે છે. તેનો સ્વાદ સૌ કોઈને ભાવે છે. પણ શું તમે જાણો છો કે આપણા શહેર અને દેશમાં અનેક પ્રકારની કેરી મળી રહે છે. પણ જો તમે તેને ખાસ રીતે માણવા ઈચ્છો છો તો જાણો ગુજરાત સહિત ભારતમાં ક્યાંની અને કઈ કેરીઓ જાણીતી છે.

મહારાષ્ટ્ર- અલ્ફાંસો

અલ્ફાંસો કે હાફુસ કેરી ઘણી જાણીતી છે જે મહારાષ્ટ્રના રત્નાગીરિ, રાયગઢ અને કોંકણથી આવે છે. આ કેરી તેની મીઠાશ માટે જાણીતી છે. ભારતમાં કેરીની સૌથી વધુ વેચાતી જાત પણ આ છે.

આંધ્રપ્રદેશ- બંગનપલ્લી

બંગનપલ્લી કેરી પલ્પ અને રેસા વિનાની હોય છે. તેનું નામ આંધ્રના બંગનપલ્લા શહેર પરથી રખાયું છે. અહીં તેને સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ દક્ષિણ ભારતની સૌથી વધુ જાણીતી કેરી છે.

ઉત્તરપ્રદેશ- દશહરી

તેને મલીહાબાદી કેરીના નામેથી ઓળખવામાં આવે છે. દશહરી કેરી ભારતના ઉત્તરી વિસ્તારની સૌથી વધુ જાણીતી કેરીની જાતમાંથી એક છે. ઉત્તર પ્રદેશના મલીહાબાદ આ પ્રકારની કેરીનું સૌથી મોટું ઉત્પાદક છે.

ગુજરાત -કેસર

ગુજરાતની કેસર કેરીનો રસ ખૂબ જ જાણીતી છે. તેનો સ્વાદ ગળ્યો, પલ્પથી ભરપૂર અને કેસરી કલર માટે પણ જાણીતી છે. તેનો રસ ગરમીમાં માનીતું ભોજન છે.

કર્ણાટક- તોતાપુરી

તોતાપુરી કેરી એક એવી કેરી છે જેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તેને દક્ષિણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેનું અથાણું બને છે. તેને સલાડમાં પણ યૂઝ કરી શકાય છે. આ કેરી લીલા રંગની હોય છે. તેનું ડીટું પોપટની ચાંચ જેવું હોય છે માટે તેને તોતાપુરી કહેવાય છે. તે ખાસ કરીને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે.

બિહાર- લંગડા

લંગડા ઉત્તર ભારતની જાણીતી જાત છે. આ કેરી પહેલી વાર બનારસમાં એક લંગડા વ્યક્તિના બાગમાં ઊગી હતી. તેને ઉત્તરપ્રદેશ અને બિહાર સિવાય મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને પંજાબના અનેક ભાગમાં પણ ઉગાડવામાં આવે છે.

પશ્ચિમ બંગાળ- હિમસાગર અને કિશન ભોગ

કિશન ભોગ કેરીનો આકાર ગોળ હોય છે અને તે સ્વાદમાં ગળી હોય છે. પશ્ચિમ બંગાળમાં કિશનભોગ કેરી ખૂબ વેચાય છે. આ સૌથી વધારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જાણીતી છે. હિમસાગરનો ઉપયોગ મીઠાઈઓ અને ડ્રિંક્સ બનાવવામાં પણ કરાય છે.

હિમાચલ પ્રદેશ - ચૌંસા

ઉત્તર ભારતમાં સૌથી વધારે ગળી કેરી કોઈ હોય તો તે ચૌંસા છે. તે મીઠા પલ્પ અને તેના ચમકદાર પીળા કલર માટે જાણીતી છે. તેને મુખ્ય રીતે પાકિસ્તાનમાં ઉગાડવામાં આવે છે પણ હિમાચલ, હરિયાણા, રાજસ્થાન અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.  

  • Follow us on: