- ખેડાના રૂસ્તમપુરામાં યુવકનું હાર્ટએટેકથી મોત
- 35 વર્ષીય ગોપાલ વણઝારાને હાર્ટએટેક આવ્યો
- ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. જેમાં ખેડાના રૂસ્તમપુરામાં યુવકનું હાર્ટએટેકથી મોત થયુ છે. તેમાં 35 વર્ષીય ગોપાલ વણઝારાનું હાર્ટએટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. છાતીમાં દુખાવો થયા બાદ યુવકનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરા ગામના 35 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મિત્રો પણ ભયભીત થયા છે.
ઘરે જ બેઠા હતા એ સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો
યુવાનને ઘરે જ બેઠા હતા એ સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સેવાલિયા સાંઈ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યાંના ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. રુસ્તમપુરા ગામના ગોપાલભાઈ રામાભાઇ વણઝારા નામના યુવકને આજ સવારે અચાનક જ છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે પહેલા ગોપાલનું મૃત્યુ થયું હતું. 35 વર્ષીય ગોપાલને ત્રણ દીકરીઓ અને એક દીકરો સંતાનમાં છે. મજૂરી કરી અને ગુજરાત ચલાવતા ગોપાલના પરિવાર ઉપર આભ તુટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગળતેશ્વર તાલુકાના વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયુ છે. હાર્ટ એટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. આવી સ્થિતિમાં, શક્ય હોય તે રીતે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે. હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીર અનેક રીતે સિગ્નલ આપવા લાગે છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો હાર્ટ એટેકથી બચી શકાય છે. હાર્ટ એટેક પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. હાર્ટ એટેક આવે તે પહેલાં, દર્દી નબળાઇ અનુભવવા લાગે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે. કેટલાક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘનો અભાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ કેટલાક લોકોના શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે. પરસેવાની સાથે નબળાઈ જોવા મળે છે.