- યાત્રિકો માટે કપડાની થેલીઓ માટે વેન્ડીંગ મશીન
- ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રશર મશીન મુકાયા
- આગામી સમયમાં વધુ મશીનો મુકવાની વ્યવસ્થા કરાશે
પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણ અને વન પર્યાવરણને પણ ભારે નુકશાની થતી હોય છે. જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટે ચઢતા હોય છે, તેવી બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. તેને લઈને અનેકો કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
અંબાજી મંદિર ખાતે પણ 2 વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે
અંબાજી મંદિર ખાતે પણ 2 વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમા 5 રૂપિયાના સિક્કો નાખવાથી મશીનથી નાની કપડાંની થેલી નીકળે છે. જયારે અન્ય મશીનથી 10 રૂપિયાનો સિક્કો નાખવાથી મોટી કપડાંની થેલી નીકળે છે. શક્તિપીઠ અંબાજી ધામ માં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનું અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઉપાડ્યું છે. જેને લઇ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે.
આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે
હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મુકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય શક્તિદ્વારની બંને બાજુ પણ ક્રશર મશીન પણ મુકાયા છે જેમા પ્લાસ્ટીકની ખાલી બોટલો નાશ કરવા માટે મશીન મુકાયા છે જેનો યાત્રીકો લાભ લઇ રહ્યા છે. યાત્રાધામ અંબાજી પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહીત અન્ય ઠંડા પીણાંની બોટલો પણ જે પ્લાસ્ટિકની હોય છે તે લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે. તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેન્ક અંબાજીના સૌજન્યથી ઓટો મેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે.જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકે છે, તેનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.