- કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
- ટેકાના ભાવે ખરીદી મુદ્દે આપ્યું નિવેદન
- ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા
ખેડૂતોને નુકશાન ન થાય તે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે આ ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને કૃષિ મંત્રી રઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કૃષિ પ્રધાન રઘવજી પટેલે શું કહ્યું તે જાણીશું આ અહેવાલમાં...
ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા
ખેડૂતોને મળતા ટેકાના ભાવ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. રઘવજી પટેલ તેમના આ નિવેદનમાં જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે. જેને લઈને ખેડૂતોને કો પ્રકારનું નુકશાન ન થઈ શકે. ત્યારે હવે આવી જ રીતે સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
મગ 8,558 ક્વિન્ટલ જેટલા ભાવ નક્કી
મહત્વનું કહી શકાય કે. કોઈ કોઈ જગ્યા પર ખેડૂતોને તેમના પાકની બદલે ખૂબ જ ઓછી કિંમત આપવામાં આવે છે. ત્યારે આવા કિસ્સામાં જો સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોય તો તે ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ વખતે જો ખરીફ પાકની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા મગ માટે 8,558 ક્વિન્ટલ જેટલા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ
કૃષિ મંત્રી રઘવજી પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ચતો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે તો અતિભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા પણ રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું હતું. સરકાર દ્વારા થોડા જ દિવસો પહેલા જ રવિ સિઝનનાં પાકનાં પણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા.