• ‘કમોસમી વરસાદ આવવાનો જ નથી એ મારી માન્યતા’
  • ‘વરસાદ પડે તો પણ સરકાર દ્વારા તમામ તૈયારીઓ’
  • માર્કેટયાર્ડમાં માલ ન પલળે તે માટે વ્યવસ્થા: રાઘવજી પટેલ

રાજકોટમાં કમોસમી વરસાદને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છેકે, કમોસમી વરસાદ આવવાનો જ નથી એ મારી માન્યતા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 25, 26 અને 27 નવેમ્બરે માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કમોસમી વરસાદ આવવાનો જ નથી એ મારી માન્યતા છે. અને તેમ છતાં પણ જો વરસાદ પડે તો પણ તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે.

જેમાં પણ ખેડૂતો અંગે રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું કે, માર્કેટયાર્ડમાં માલ ન પલળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ જસણી લઈને ખેડૂતો પહોંચે તેના માટે યોગ્ય તાડપત્રીને લઈને જવાની રહેશે. આ અગાઉ બિપરજોય વખતે પણ રાજ્ય સરકારે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી જેના કારણે નુકસાન થયું ન હતું.

જ્યારે બીજી તરફ ખાતરની અછતને લઈને કૃષિમંત્રીએ જણાવ્યું કે, ખાતરની અછત નથી, ખાતર પહોંચાડવામાં વિલંબ હોઇ શકે છે. ખાતરની અછત મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદનમાં જણાવ્યું કે, રાજ્યમાં ખાતરની અછત નથી. જેમાં રવિ પાક માટે ખેડૂતોને ખાતર મળશે. ક્યારેક ટ્રક સમયસર પહોંચી ન શક્યો હોઈ તેવું બને છે.

રાજ્યમાં 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે. ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે.


  • Follow us on: