- ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો મળશે રાહુલ ગાંધી
- ધરપકડ થયેલ કાર્યકર્તાઓની વાસણા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી કરશે મુલાકાત
- પ્રદેશ કાર્યાલય પર કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરશે રાહુલ ગાંધી
અમદાવાદમાં કોંગ્રેસ ઓફીસ પર થયેલ પથ્થરમારાને લઈ રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે છે,ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં રહેલા આરોપીઓની મુલાકાત લેશે,ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન છે.રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પીડિતોને પ્રદેશ કાર્યાલય મળશે રાહુલ ગાંધી.
અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો
બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ
આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.
મોડી રાતની ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો એકઠા થયા હતા
રાહુલ ગાંધીના ગઈકાલના નિવેદન બાદ ગઈકાલે જ મોડી રાત ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા.
ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા
ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.