ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી સમયે સ્મોકીંગ કરવું અસીલને ભારે પડ્યું. હાઈકોર્ટે ચાલુ કોર્ટ દરમ્યાન સ્મોકીંગ કરવા બદલ એ શખ્સને 50 હજારનો દંડ ફટકાર્યો. હાઈકોર્ટની કાર્યવાહીમાં આજે વિચિત્ર ઘટના જોવા મળી. ચાલુ કોર્ટે એક શખ્સ વકીલ અને જજની સામે ધ્રુમપાન કરતો હતો. કોર્ટ કામગીરી દરમિયાન બેજવાબદાર વર્તણૂંકને લઈને હાઈકોર્ટના જજે આકરું વલણ અપનાવ્યું. કોર્ટ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવા મુદે ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓમોટો.


કોર્ટમાં ધ્રુમપાન કરતા કોર્ટે ફટકાયો મોટો દંડ

હાઈકોર્ટમાં આજે એક કેસની સુનાવણી થઈ રહી હતી. આ સુનાવણીમાં અસીલ રાજકોટથી વર્ચ્યુલી જોડાયા હતા. કોર્ટમાં જ્યારે કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે વર્ચ્યુલી જોડાયેલા અસીલ કોર્ટની અવમાનના કરતા જજની સામે ધ્રુમપાન કર્યું. કોર્ટે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી. અને વર્ચ્યુલી જોડાયેલા રાજકોટના અરજદારને કોર્ટની અવહેલના કરવા બદલ 50 હજારનો દંડ ફટકાયો. કોર્ટના સખત વલણને લઈને અરજદારના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે તેમનાથી ભૂલથી કામ થયું છે. વકીલે પોતાના અરજદારનો બચાવ કરતા કહ્યું કે તેમને ખ્યાલ નહોતો વર્ચ્યુલી કોર્ટમાં જોડાયા દરમિયાન પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. તેમણે ઇરાદાપૂર્વક આ કામ કર્યું નથી માટે જજ આ દંડમાં થોડી જોગવાઈ આપે.

કોર્ટની અવહેલના કરતા કરાયો દંડ

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને તેમના મહત્વના કામો મૂકીને કોર્ટમાં બેસી ના રહેવું પડે માટે કેટલાક કેસોની સુનાવણીમાં વર્ચ્યુલી જોડાવાને લઈને મંજૂરી આપવામાં આવી છે.  હાઈકોર્ટમાં અનેક કેસોનું ભારણ છે ત્યારે એક કેસમાં વકીલોની દલીલોના કારણે અનેક વખત પાછળના બીજા કેસની સુનાવણીમાં અસર થાય છે. આમ, લોકોના સમયનો બગાડ થતો હતો. લોકોના કિમંતી સમયને ધ્યાનમાં રાખીને જ કોર્ટમાં જોડાવવા વર્ચ્યુલી જોડાણનો પ્રયોગ શરૂ કરાયો હતો. પરંતુ આ વર્ચ્યુઅલી જોડાણ વખતે પણ કોર્ટના નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આજે રાજકોટના અરજદાર વિશ્વ વસાનીએ ચાલુ કોર્ટ દરમ્યાન સ્મોકિંગ કરતા કોર્ટે તેમને મોટો દંડ ફટકાર્યો.

  • Follow us on: