- હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે
- સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 43.7 ડિગ્રી નોંધાયુ
- એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે
રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં હીટવેવની આગાહી છે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં હીટવેવ રહેશે. તથા વડોદરા, સુરેન્દ્રનગર તથા બોટાદ અને કચ્છમાં પણ હીટવેવની અસર રહેશે. તેમાં સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 43.7 ડિગ્રી નોંધાયુ છે.
એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 43.2, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન તથા ડીસામાં 42.2, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન સાથે કંડલામાં 43.6, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન તથા રાજકોટમાં 40.7, ભાવનગરમાં 39.96 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દેહ દઝાડતી ગરમીમાં રવિવારથી ઘટાડો નોંધાયો છે અને આજે સોમવારે માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આ એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. જ્યારે બાકીના બાકીના જિલ્લાઓ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં તાપમાન સામાન્ય રહેશે અને પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે
સોમવાર બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું કોઈ એલર્ટ ન હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યુ છે. શેકાઈ જવાય તેવી ગરમી છેલ્લા 15 દિવસમાં લોકોએ અનુભવી છે. બપોરના સમયે તો ઘરની બહાર પણ ન નીકળી શકાય તેવી હીટવેવથી લોકો તોબાહ પોકારી ગયા હતા. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતાં લોકોની હાલત કફોડી બની હતી.ગત તા. 18મી મેથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો અને 23મી મે સુધીમાં તો જાણે અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી હતી.પરંતુ હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થઈ રહ્યો હોય લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ત્યારે ગરમી સામાન્ય રહેવાની શક્યતાઓ છે.