ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ગુજરાત પર માવઠાનો ખતરો. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ 2થી 3 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 2 અને 3 ફેબ્રુઆરીએ રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર , દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.
રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
- 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી
- વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી
- વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
- 2 ફેબ્રુઆરીએ અમરેલીમાં માવઠાની આગાહી
- ભાવનગર, નવસારી, વલસાડમાં માવઠાની આગાહી
- દમણ, દાદરનગર હવેલીમાં માવઠાની આગાહી
- 3 ફેબ્રુઆરીએ અરવલ્લીમાં માવઠાની આગાહી
- અમરેલી, ભાવનગરમાં માવઠાની આગાહી
- મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી