• અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું
  • હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે
  • આવતીકાલ સુધી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ પડી શકે છે વરસાદ

સમગ્ર ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે,બીજી તરફ હવામાન વિભાગ દ્રારા 16 મે એટલે કે,આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે,ગુજરાતમાં ગરમીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ ગરમીનું તાપમાન નોંધાયુ છે,ગુજરાતના 6 રાજયો એવા છે કે,જયાં સૌથી વધુ ગરમીનું તાપમાન નોંધાયું છે.

જાણો ગુજરાતમાં કયા કેટલુ તાપમાન નોંધાયું

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન,ગાંધીનગરમાં 41.8 ડિગ્રી તાપમાન,બનાસકાંઠામાં 42.8 ડિગ્રી તાપમાન,સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન,વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન,રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે,તો અન્ય જિલ્લાઓમાં પણ 40 ડિગ્રીની આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.

જાણો અંબાલાલ પટેલની આગાહી

20 મે બાદ ગરમીમાં વધારો થશે.તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

જાણો IMDની આગાહી

IMDના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.


  • Follow us on: