હવામાન વિભાગે વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં રાજયવાસીઓેને હજી ઠંડી માટે રાહ જોવી પડશે,રાજ્યભરમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે સાથે સાથે સવારે ઠંડી તો બપોરે ગરમીનો થશે અહેસાસ તો આગામી 5 દિવસ રાજ્યમાં બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે.મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી જેટલું નોંધાયું છે.
જાણો કયાં કેટલું રહ્યું તાપમાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 23 ડિગ્રી, વડોદરામાં 20.6 ડિગ્રી,સુરતમાં 21 ડિગ્રી, ડીસામાં 22.4 ડિગ્રી,રાજકોટ 22.4 ડિગ્રી, પોરબંદર 23.6 ડિગ્રી,દ્વારકામાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
આ વખતે શિયાળો મોડો છે
ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.
વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.