- અતિશય ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું , ઉલટી થવાની 99 ફરિયાદ 108ને મળી
- 108 ઇમરજન્સીએ હિટસ્ટ્રોકનો શિકાર બનેલા 99 ક્રિકેટપ્રેમીઓને સ્ટેડિયમમાં સારવાર આપી
- કેટલાક ક્રિકેટપ્રેમીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા
અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે. જેમાં આઇપીએલ જોવા આવેલા 99 દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. તેમાં હિટ સ્ટ્રોકની અસર થયેલા દર્શકોને 108માં સારવાર અપાઈ છે. તેમજ સ્ટેડિયમાં દર્શકોને ગરમીથી ચક્કર,તાવ,પેટમાં દુઃખાવો સહિતની ફરિયાદ થઇ છે. તેમાં અમદાવાદમાં હિટ વેવની અસર ક્રિકેટ સ્ટેડિયમમાં વર્તાઈ છે.તો અમુક દર્શકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ ગરમીના આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી,ગાંધીનગર 45.7 ડિગ્રી,ભુજ 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનનો પારો ટોચ પર રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્યના 11 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આથી અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો, નહીં તો ગંભીર અસરો થઈ શકે છે.