- સુરત સ્ટેશન ખાતે હોળીના સમયે મુસાફરોનો જબરજસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે
- હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે
- સુરતથી માદરે વતન જવા મુસાફરોની ભારે ભીડ
સુરતએ મીની ભારત તરીકે જાણીતું છે. અહીં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. અને વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં હોળી ધૂળેટીનો પર્વ હોવાથી અન્ય રાજ્યોથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતને જાય છે.પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે. પરિણામે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.














