દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીજી અને શ્રાવકનું મોત થયું છે,જેમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે,દાહોદના કંબોઈ નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થતા જૈન સમાજમાં રોષની લાગણી છવાઈ છે,લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા,તે દરમિયાન આ ઘટના બની છે.
હિટ એન્ડ રન ની ઘટના માં જૈન સાધ્વીનું મોત
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં જૈન સાધ્વી અને શ્રાવક વિહાર કરી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો,સાધ્વી અને શ્રાવકને સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજયું હતુ,પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે,લીમખેડાથી દાહોદના રોડ ઉપર આ ઘટના બની છે,ઘટનાની જાણ થતાની સાથે જ દાહોદના જૈન અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અજાણ્યા વાહનની ટક્કરે મોત
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જૈન સાધ્વી વહેલી સવારે વિહાર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યાં હતા તે દરમિયા આ બનાવ બન્યો હતો,પોલીસે આસપાસના સીસીટીવી તેમજ વાહનચાલક જે રોડ પર ગયો છે તે જગ્યાના સીસીટીવી તપાસ્યા છે અને તેને ઝડપવા માટે તજવીજ હાથધરી છે,ત્યારે વાહન ચાલક કોણ છે તેને લઈ હજી કોઈ સ્ષટતા સામે આવી નથી,આ ઘટનાને લઈ લોકોનો ટોળે ટોળા ઉમટયા છે,અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.