અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે ગત 28 ફેબ્રુઆરી ના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પોના ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો,આ અકસ્માત નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત
બનાવની વિગતો અનુસાર ગત 28 મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઈક ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈડ પુરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી.જો કે આ અકસ્માત ની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી તો ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સુરત અંકલેશ્વર હાઈવે પર સર્જાયો અકસ્માત
સુરતથી અંકલેશ્વર તરફ જતી ઈકો કાર સામેના ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. આ કાર અંકલેશ્વરથી સુરત તરફ આવી રહેલી અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંને કાર ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બંને વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા NHAI અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.