• ગીઝર ફાટતા ગરમ પાણી પુરુષ પર પડ્યું
  • પુરુષનું બાથરૂમમાં જ નીપજ્યું મોત
  • પ્રિન્સ રિટ્રેક્ટ 4 નામની બિલ્ડિંગનો બનાવ

વડોદરામાં ગીઝર ફાટતા પુરુષનું મોત થયુ છે. જેમાં ગીઝર ફાટતા ગરમ પાણી પુરુષ પર પડ્યું હતુ. ત્યારે પુરુષનું બાથરૂમમાં જ મોત નીપજ્યું હતુ. પ્રિન્સ રિટ્રેક્ટ 4 નામની બિલ્ડિંગમાં આ બનાવ બન્યો હતો. જેમાં ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગીઝર ફાટતા ગરમ પાણી તેમના પર પડ્યું

ગોત્રી વિસ્તારના પ્રિન્સ રિટ્રેક્ટ 4 નામની બિલ્ડિંગમાં સી 803 નંબરના મકાનમાં અભિષેક ત્રિવેદી ન્હાવા ગયા હતા. જેમાં ગીઝર ફાટતા ગરમ પાણી તેમના પર પડ્યું હતુ. તેથી બાથરૂમમાં જ મોત નીપજ્યું હતુ. અભિષેક ત્રિવેદી અપરિણીત હતા.

ગીઝર (geyser) : વિદ્યુત-તાપક(electric heater)ની મદદથી ગરમ પાણી મેળવવાનું ગૃહ-ઉપયોગી સાધન. ગીઝરનો મૂળ અર્થ ગરમ પાણીના ફુવારા થાય છે. વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરી ગરમ પાણી મેળવવાનાં અનેક ઉપકરણો સુલભ છે.

 યુવતી પોતાના ઘર પર ગીઝરની દુર્ઘટના જણાવી

સોશિયલ મીડિયા પ્લેફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક યુવતી પોતાના ઘર પર ગીઝરની દુર્ઘટના વિશે જણાવી રહી છે. યુવતીએ જણાવ્યું, જ્યારે તમે નહાવા જાઓ તો ગીઝરને 5 મિનિટ પહેલા ઓન કરી દો અને ગીઝરને ઓફ કર્યા બાદ જ બાથરૂમમાં જાઓ, ગીઝર ઓન હોય ત્યારે કોઈ કામ ન કરો. હું તમને રિક્વેસ્ટ એટલા માટે કરી રહી છું કે અમારા ઘરે એક દુર્ઘટના થઈ. આ તમારા ઘરે ન થાય તેનું ધ્યાન રાખો.


  • Follow us on: