BZ કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત કરવામાં આવી છે. રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.


મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઇમ દ્વારા રણજીતસિંહની પૂછપરછ કરવામાં આવી છે. સમગ્ર મામલે  ભૂપેન્દ્રસિંહ સાથેના સંપર્ક અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછનો ધમધમાટ આદર્યો છે. CIDની તપાસમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રીપોર્ટ સામે આવ્યો છે. 95 કરોડ પરત કરવાના બાકી હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ BZ ફાઇનાન્સના કૌભાંડને લઈને કોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. CID ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યારસુધી 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પકડાયેલા 6 આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી એમ ત્રિવેદી દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી.

  • Follow us on: