- ચાર આરોપીએ હુમલો કરી પિતા-પુત્રની કરી હત્યા
- વિજય શંકર અને બંસીલાલ નામના બે વ્યક્તિ નુ મોત
- પોલીસે એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદમાં ધીમે ધીમે ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એક પછી મર્ડરથી લઈ ચોરી લૂંટફાટની ઘટના વઘી રહી છે. આ વચ્ચે દિવાળીમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ ખાતે ફટાકડા ફોડવા બાબતે ચરાર આરોપીઓએ પિતા-પુત્રની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલાં રામોલ ખાતે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં સોમનાથ સોસાયટી ખાતે રહેતાં વિજય શંકર અને બંસીલાલ નામના બે વ્યક્તિઓ પર કેટલાંક લોકોની ફટકડા ફોડવા બાબાતે મગજમારી થઈ હતી. જે વધુ ઘાતક બનતાં પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પછી ચાર જેટલાં લોકોએ વિજય શંકર અને બંસીલાલ પર હુમલો કર્યો હતો. જે પછી બંને લોકોના મોત થયા છે. હત્યાની ઘટના સામે આવ્યા પછી પોલીસ સક્રિય થયું છે. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ વિવિધ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.
એક દિવસમાં અગાઉ ત્રણ હત્યા સામે આવી
નોંધનીય છે કે, અગાઉ અમદાવાદમાં એક જ રાતમાં નદીના બે તરફ અલગ અલગ બનાવોમાં બે યુવક અને એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગમાં મોડી રાતે યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જ્યારે શાહપુર વિસ્તારમાં પણ એક યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ બનાવમાં પણ યુવકનું મોત થયું હતું, જ્યારે હત્યાનો ત્રીજો બનાવ વટવામાં બન્યો છે. વટવામાં ઝઘડાને લઈ મહિલાનું ગળું દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ બનાવમાં આરોપીઓ મુસ્કાન, સાહિલ અને શહેઝાદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.