• કિશોરે ગંધક ભેગુ કરી સળગાવતા દાઝ્યો હતો
  • કિશોરને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર હેઠળ
  • ઘાયલ કિશોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો

ફટાકડા ફોડતા સમયે સાચવજો. જેમાં સુરતના મોરા ટેકરામાં ફટાકડા ફોડતા કિશોર દાઝ્યો છે. કિશોરે ગંધક ભેગુ કરી સળગાવતા દાઝ્યો હતો. તેમાં કિશોરને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો હતો. જેમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

મોરા ટેકરામાં ફટાકડાનો ગંધક સળગાવતા કિશોર ગંભીર રીતે દાઝ્યો

મોરા ટેકરામાં ફટાકડાનો ગંધક સળગાવતા કિશોર ગંભીર રીતે દાઝ્યો છે. જેમાં બે ફટાકડા નહિ ફૂટતા ગંધક ભેગી કરી સળગાવી હતી. તેમાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ આવી છે. જેમાં ઘાયલ કિશોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. ગઇકાલે ગુજરાતમાં ફટાકડાઓથી એક જ દિવસમાં 16થી વધુ દુર્ઘટના બની હતી. જેમાં ફાયર વિભાગના જવાનો સતર્ક બન્યા છે. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને લોકો પણ ખૂબ જ ખુશ રીતે હાલ દિવાળીના માહોલમાં રંગાઈ ગયા છે. રાજ્યભરમાં તો અત્યારથી જ ઘણી જગ્યાઓ પર ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવાનું શરૂ કરી દેવાયું છે.

સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી

ઉલ્લેખનીય છે કે ઘણી જગ્યાએ આગ લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. અમદાવાદના ગોતામાં વંદેમાતરમ સ્કીમ આગળ રહેલા કચરાના ઢગમાં આગ લાગી હતી, જેને ફાયરના જવાનોએ કાબૂમાં લીધી હતી. તહેવારના દિવસો હોઈ રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાનાં બનાવો બન્યા છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.

પાટણનાં સરસ્વતી તાલુકાનાં સરીયદ ગામમાં ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગી

પાટણનાં સરસ્વતી તાલુકાનાં સરીયદ ગામમાં ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગી હતી. ફટાકડાનાં સ્ટોલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આણંદનાં પેટલાદનાં રૂપિયાપુરા ગામની પ્રાથમિક શાળા પાસે આગ લાગી હતી. પાણીની ટાંકી નીચે ગોઠલેલા ઘાસચારામાં આગ લાગી હતી. પેટલાદ ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગમાં એક ટ્રેક્ટર પણ બળીને ખાખ થઈ ગયું હતુ.


  • Follow us on: