• DEOએ ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટિસ પાઠવી
  • પ્રવાસની પરવાનગી મુદ્દે 7 દિવસમાં માંગ્યો જવાબ
  • જવાબદાર વ્યક્તિ સામે DEO કરશે કાર્યવાહી

હરણી લેકઝોન દુર્ઘટના મુદ્દે DEO એક્શનમાં છે. જેમાં DEOએ ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટિસ પાઠવી છે. તેમાં પ્રવાસની પરવાનગી મુદ્દે 7 દિવસમાં જવાબ માંગ્યો છે. તથા જવાબદાર વ્યક્તિ સામે DEO કાર્યવાહી કરશે.

પ્રવાસ માટે પરવાનગી મામલે સાત દિવસમાં જવાબ માગ્યો

હરણી લેકઝોનની હોનારત મામલે બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાના મોત બાદ ડીઇઓ કચેરી એક્શનમાં છે. તેમાં ડીઇઓ કચેરી દ્વારા ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટિસ અપાઈ છે. જેમાં પ્રવાસ માટે પરવાનગી મામલે સાત દિવસમાં જવાબ માગ્યો છે. સ્કૂલના જવાબ બાદ જવાબદાર વ્યક્તિ સામે ડીઇઓ કચેરી કાયદેસરની કાર્યવાહી કરશે. 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓનો ભોગ લેનારા હરણી લેક ઝોનની બોટ દુર્ઘટનાની તપાસમાં બહાર આવેલા પુરાવાઓના આધારે શહેરના માલેતુજાર પરેશ શાહ અને ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ કંપનીના સંચાલક નિલેશ જૈનને મુખ્ય સૂત્રધાર જાહેર કરવામાં આવ્યા છે. હવે આ પ્રકરણમાં પરેશ શાહનું આખુ પરિવાર આરોપી બન્યુ છે. બનાવ પછી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસના દરોડા જારી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.

6 આરોપીઓની પૂછપરછમાં હકીકત ખૂલી

6 આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત ખૂલી છે કે, હરણી સ્થિત ફન અરેના લેક ઝોન ખાતે રોજે રોજનો હિસાબ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતો હતો. આ સિવાય પણ ઘણાં ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યાં હોવાથી તેઓને આરોપી તરીકે ઘોષીત કરવામાં આવ્યા છે તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. મ્યુનિ.એ પીપીપી ધોરણે હરણી લેકનો કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને આપ્યો હતો. કંપનીના 15 ભાગીદારો સહિત 18 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ થઈ હતી. જેમાં પરેશ શાહના પુત્ર વત્સલ શાહ (આરોપી નં.4), પત્ની નૂતનબેન પી શાહ (આરોપી નં.14) અને પુત્રી વૈશાખીબેન પી શાહ (આરોપી નં.15) (ત્રણે રહે, એન.20 પાર્વતી નગર, સ્વામી નારાયણ નગર-4 હરણી રોડ)ને આરોપી દર્શાવેલા જ હતાં.


  • Follow us on: