- શ્રીરામનગર સોસાયટીમાં પાણી-પાણી
- સોસાયટીમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી
- ગટરના પાણી પણ બહાર આવી ઘુસ્યા ઘરોમાં
જૂનાગઢમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે બાળકો સહિત સ્થાનિકોમાં હાલાકીમાં પડી રહી છે.મનપાને અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઈ નથી,પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે.સાંતેશ્વર રોડ પર પાણી ભરાયા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,ગટરના પાણી પણ વરસાદના પાણી સાથે બેક માર્યા છે.
નરસિંહ તળાવ થયું ઓવરફલો
જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ તળાવ ઓવરફલો થયું હતુ જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા,અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.તો કાર ચાલક કાર મૂકીને બહાર નિકળી ગયો હતો.જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં બપોરના 12 થી 2 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ
જૂનાગઢ શહેરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો,ગિરનાર પર 3 ઇંચ વરસાદ નોંધાયો,મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો,વંથલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો,કેશોદ,માંગરોળ, માળીયાહાટીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.
વરસાદી માહોલ વચ્ચે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ થયા
રાજયમાં કુલ 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે.પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના 7 સ્ટેટ હાઇવે બંધ થયા છે,રાજ્યમાં અન્ય 18 માર્ગો બંધ થયા છે.રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ થયા છે.પોરબંદરમાં 76 રસ્તાઓ બંધ થયા છે.દેવભૂમિ દ્વારકામાં 11 રસ્તાઓ બંધ થયા છે.
ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની 10 ટીમો રવાના કરાઈ
01 નર્મદા,1 ટીમ કચ્છ,1 ટીમ વલસાડ.1 ટીમ દેવભૂમિ દ્વારકા,1 ટીમ જૂનાગઢ,1 ટીમ ભાવનગર,1 ટીમ અમરેલી,1 ટિમ સુરત,1 ટીમ ગીર સોમનાથ,1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.
શું કહે છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.