• જૂનાગઢમાં ઓવરબ્રિજનો વિવાદ વકર્યો
  • વિવાદને લઈને કમિશનર દ્વારા ચેકિંગ
  • નકશાઓ બદલાઈ ગયા હોવાના થઈ રહ્યા છે આક્ષેપો 

જૂનાગઢમાં નવા બનતા ઓવરબ્રિજને લઈને વિવાદનો મત પૂરો થનછેડાયો હતો અને આજે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી અને જુની ડીઝાઈન ને બદલે હાલ નવી તૈયાર કરાયેલી ડિઝાઇન મુજબ જ કામ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

જુનાગઢ ઓવરબ્રિજને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તાજેતરમાં જ આ વિસ્તારમાં વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢના રેલ્વે સ્ટેશન પાસેથી શરૂ કરીને બસ સ્ટેન્ડ સુધીનો ઓવરબ્રિજ બનાવવાના મામલાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે પ્રથમ નકશાઓને લઈને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી જે એચ આકારની હતી. ત્યારબાદ તે ડિઝાઇન રદ કરી નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી જે એસ આકારની છે.

આ ડિઝાઇનમાં પણ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જે ડિઝાઇન છે તે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા સર્જી શકે છે તેવી ભીતિ દર્શાવીને વેપારીઓએ જુની ડિઝાઈન મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી અને જે માટે જૂનાગઢ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....આ વિવાદને લઈને જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને તેમની ટીમ દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સ્થળ નિરીક્ષણમાં વેપારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. જેમાં અંતે નકશામાં કોઈ ફેરફાર નહીં થાય તેવું સ્પષ્ટ જણાવી દેતા વેપારીઓએ કોઈને પણ નુકસાન ન થાય અને કોઈને અગવડતા ન પડે તે રીતે બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી.

  • Follow us on: