- કડીના તરસનીયા ગામમાં વ્યાજખોરનો આતંક
- વ્યાજખોરોએ 7 લાખના બદલે 90 લાખ માંગ્યા
- જમીન બાનાખત રદ કરવા માટે 90 લાખ માંગ્યા
મહેસાણાના કડીના તરસનીયા ગામમાં વ્યાજખોર નાગજી રબારીનો વ્યાજ વસૂલવાને લઈ દાદાગીરી સામે આવી છે,આરોપી નાગજી રબારીએ જમીને પેટે ફરિયાદીની સાત લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા તેની સામે નાગજીએ એક વર્ષમાં સાત ટકા વ્યાજ વસૂલ કર્યુ અને જમીનનો બાનાખત રદ કરવા માટે 7 લાખને બદલે 90 લાખની રકમની માંગણી કરતા ફરિયાદ નોંધાઈ.
નાગજી રબારી સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
સમગ્ર ઘટનામાં નાગજી રબારીએ જમીનનો બાનાખત રદ કરવા માટે 90 લાખ રૂપિયાની માંગ કરતા ફરિયાદની પગ જમીન નીચેથી સરકી ગયા હતા તે દરમિયાન તેઓ પોલીસ સ્ટેશન જઈ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી,તો પોલીસે જમીના દસ્તાવેજ તેમજ અન્ય ડોકયુમેન્ટો ચેક કરીને નાગજી રબારી સામે ફરિયાદ નોંધી છે.ફરિયાદી દ્રારા સમય મૂજબ વ્યાજ પણ અપાયું તો પણ 90 લાખની માંગ કરતા સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન.
પોલીસે આરોપીની ધરપકડ કરી
સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે,આ આરોપી દ્રારા પહેલા પણ કોઈ વ્યકિત પાસે આવી જ રીતે વધુ વ્યાજની માંગણી કરી છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.સાથે સાથે પોલીસે પણ આ આરોપીને લઈ અપીલ કરી છે કે,જો તમારી પાસે આ વ્યાજખોરે વધુ વ્યાજ માંગ્યુ હોય અથવા તમારી કોઈ જમીન કે ઘર પચાવી પાડયું હોય તો તમે પોલીસનો સંપર્ક કરી શકો છો.
અમદાવાદમાં પણ વ્યાજખોરોને લઈ પોલીસની મુહીમ
સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.