મોરબીમાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે,જેમાંફ્રૂટનો વેપાર કરતા નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ,અને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપી આમીન રહેમાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સગીરાના માતા-પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથધરી છે.


સગીરાને લલચાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

મોરબીમાં સગીરાને ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં સગીરાને આરોપી સાથે મિત્રતા હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી દેવામાં આવ્યું છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે,સગીરાના માતા-પિતાને ખબર પડી કે તેમની દિકરી ઘરે નથી અને કોઈ યુવક તેને ઉઠાવીને લઈ ગયો છે ત્યારબાદ પોલીસ સતર્ક બની અને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી લીધી છે,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.

સગીરાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી છે,આરોપી ફ્રૂટનો વેપાર કરે છે અને તેને સગીરા સાથે પ્રેમ થઈ ગયો હોવાથી તેનુ અપહરણ કર્યુ હતુ ત્યારબાદ પોલીસે ધરપકડ કરી અને તપાસ હાથધરી હતી,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ લગ્ન ના થયા જેના કારણે તેનું અપહરણ કરી દીધુ હતુ,સારી સારી વાતો કરીને આરોપી ફોસલાવતો હતો અને સગીરાને તેની તરફ કરી હતી.

પોલીસે હાથધરી સગીરાની પૂછપરછ

આ સમગ્ર ઘટનામાં સગીરાના પણ પોલીસે રીપોર્ટ કઢાવ્યા છે અને આ મામલે તેની વધુ પૂછપરછ કરી છે,આરોપી યુવક સાથે તે કેટલા સમયથી સબંધમાં હતી અને કંઈ રીતે તે સગીરાને હેરાન કરતો હતો તે દિશામાં સગીરાની પૂછપરછ કરી છે,સગીરાનું કહેવું છે કે તેની મરજી હતી નહી પરંતુ યુવક તેને બળજબરી પૂર્વક ઉઠાઈને લઈ ગયો હતો,પોલીસે આ મામલે યુવકનો ફોન પણ જપ્ત કર્યો છે,અને સગીરાના નિવેદન અલગથી નોંધ્યા છે.

 

  • Follow us on: