પત્ની સાથે ફોન પર વાત કરતા હતાશ થઈને પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેમની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હત્યા બાદ આરોપીએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી અને કહ્યું કે, મેં મારી પત્નીની હત્યા કરી છે.


શંકાના કારણે કરી હત્યા

રાજસ્થાનના જોધપુરમાં પતિએ કાતર વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી. પતિને શંકા હતી કે તેની પત્નીનુ કોઈની સાથે ચક્કર ચાલી રહ્યુ છે. આ બાબતથી તે ખૂબ જ ચિંતિત હતો. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પતિ પત્નિ સાથે વાત કરતા ઉશકેરાઈ જતા પત્નીની હત્યા કરી હતી. પત્નીની હત્યા બાદ પતિએ જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. તેમજ પોલીસને લોકેશન મોકલવાની પણ વાત કરી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

શંકા એ બહુ ખરાબ વસ્તુ છે. જેના કારણે ઘણા સારા લોકોની દુનિયા બરબાદ થઈ જાય છે. આવો જ એક કિસ્સો જોધપુર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની આશાપૂર્ણા નેનો મેક્સ કોલોનીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પતિએ શંકાના આધારે પત્નીનું ગળું કાતરથી કાપી હત્યા કરી નાખી હતી. પોલીસને આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ આરોપી પતિએ આપી હતી. આરોપી પતિ સૂરજે પોલીસને ફોન કરીને કહ્યું કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. તેની લાશ પડી છે. લો, હું લોકેશન મોકલી આપીશ.

આરોપી હાથમાં કાતર સાથે જોવા મળ્યો હતો

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જોયું કે, આરોપી મૃતદેહ પાસે હાથમાં કાતર લઈને બેઠો હતો. પોલીસ આવી ત્યારે પણ સૂરજ સ્થળ પરથી ભાગ્યો નહોતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને પૂછ્યું કે, તેણે હત્યા કેવી રીતે અને શા માટે કરી. તો સૂરજે જણાવ્યું કે, તેની પત્ની કલાકો સુધી ફોન પર વાત કરતી હતી. તેથી જ મને તેના ચારિત્ર્ય પર શંકા થવા લાગી. અગાઉ આ બાબતે નાનામોટા ઝઘડા થતા હતા.

કાતર વડે ગળું કાપીને હત્યા

પત્ની બે દિવસ પહેલા તેના મામાના ઘરે ગઈ હતી. તેનાથી પરેશાન થઈને પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો અને થોડી જ વારમાં સૂરજે કાતરથી તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી. મૃતકની ઓળખ રેખા તરીકે થઈ છે. બંનેએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. રેખાના સુરજ સાથે બીજા લગ્ન થયા હતા હતા. રેખાના મામાનું ઘર કુડી ભગતસણી વિસ્તારમાં છે. પોલીસે જણાવ્યું કે, સૂરજ એક કેર સેન્ટરમાં કામ કરતો હતો. જ્યારે રેખા ગૃહિણી હતી. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રેખાની હત્યા બાદ પરિવારજનોએ સૂરજ સામે ત્રાસ અને હત્યાનો કેસ દાખલ કર્યો છે.


  • Follow us on: